Bal Geeta Gujarati Part 1

Bal Geeta Gujarati Part 1 for Students of 1st to 5th Standard.

Bal Geeta Gujarati Part 2

Bal Geeta Gujarati Part 2 for the Students of 6th to 10th Standard.

સાધના કરવી તો કોની?

આદિ ધર્મશાસ્ત્ર ગીતા અને અન્ય યોગશાસ્ત્રો મુજબ એક પરમાત્માની પૂજા અને તેને મેળવવા માટેની એક ચોક્કસ ક્રિયા (નિશ્ચિત કર્મ)ને બદલે અસંખ્ય પદ્ધતિઓ ચલનમાં છે. ધર્મને નામે લોકો ગાય, પીપળો, દેવી-દેવતાઓ, ભૂત-ભવાનીની પૂજા કરે છે. પ્રસ્તુત પુસ્તકમાં આ બધી જ ભ્રાન્તિઓનું ખંડન કરીને સ્પષ્ટપણે જણાવાયું છે કે, સનાતન ધર્મ શું છે ?, ઇષ્ટ કોણ છે ? સાધના કરવી તો કોની? કેવી રીતે ભજવા ? પૂર્વગ્રહોથી મુક્ત બનીને આ પુસ્તકનું વાંચન અને મનન કરતાં, આ પુસ્તક આપને ખળભળાવી મૂકશે...સ્પષ્ટ થઇ જશે કે સાધના કરવી તો કોની કરવી. સાધના પથના પથિક માટે આ પાયાનું પુસ્તક છે. અવશ્ય વાંચવું.

અહિંસા (ગુજરાતી)

અહિંસા, એક ગૂંચવાયેલો પ્રશ્ન છે. મૂળમાં તો આ યૌગિક, આંતરિક સાધનાનો શબ્દ છે. પરંતુ સમયાંતરે, લોકોએ તેને આ બાહ્ય જગતની જીવ-હિંસા સાથે જોડી દીધો.

આ પુસ્તક દ્વારા આપણે જાણશું કે આપણા પૂર્વજ મહાપુરૂષો અહિંસાને કયા સંદર્ભથી જોતા હતા. ગીતાના જ્ઞાનપ્રકાશની નજરે ‘અહિંસા’, મહાભારતના પરિપ્રેક્ષ્યમાં ‘અહિંસા’, શ્રીરામચરિત માનસમાં ‘અહિંસા’, મહાવીર સ્વામીની દ્રષ્ટિએ ‘અહિંસા’ અને ભગવાન બુદ્ધની નજરમાં ‘અહિંસા’.

યોગશાસ્ત્રીય પ્રાણાયામ

યોગશાસ્ત્રીય પ્રાણાયામમાં આપે કહ્યું છે કે યમ, નિયમ અને આસન સધાતાં જ શ્વાસ-ઉચ્છવાસ શાંતિપૂર્વક પ્રવાહિત થવાનું શરૂ થાય, એ જ પ્રાણાયામ છે. પ્રાણાયામ નામની અલગથી કોઇ જ ક્રિયા નથી. યોગ ચિંતનની આ એક અવસ્થા છે. આ જ વાતને આ પુસ્તકમાં વિસ્તૃતપણે સમજાવાઇ છે.

શંકા સમાધાન

આ કૃતિમાં અનેક પ્રશ્નોનું સમાધાન આપવામાં આવ્યું છે, જે સમાજને તૂટતો રોકવામાં અને ધાર્મિક ભ્રાન્તિઓનું નિવારણ કરવામાં મદદરૂપ છે. સાધના કરવી તો કોની કરવી, કર્મકાંડ યજ્ઞ (હવન), બ્રહ્મચર્ય, ગાયત્રી, યુગ ધર્મ, અહિંસા, પાપ અને પુણ્ય, સનાતન ધર્મ, વર્ણ વ્યવસ્થા, વિપ્ર, આર્ય, ગોરક્ષા, સતી, અવતાર અને દાન વગેરે વિશે અહીં સ્પષ્ટપણે સમજાવવામાં આવ્યું છે.

ષોડશોપચાર પૂજન પદ્ધતિ

આ પુસ્તકમાં કહેવાયું છે કે એક પરમાત્મામાં શ્રદ્ધા સ્થિર કરાવીને, તે એક પરમાત્માનું ચિંતન કરતાં શીખવવું એ જ કર્મકાંડ છે.

એકલવ્યનો અંગૂઠો

શિક્ષણ આપનારા ગુરૂ અને સદ્‍ગુરૂ વચ્ચે શો તફાવત છે તે અહીં જણાવાયું છે. શિક્ષક લોકજીવનની કલા શીખવે છે, જ્યારે સદ્‍ગુરૂ એ શીખવે છે કે જીવનમાં સમૃદ્ધિની સાથોસાથ પરમ શ્રેયને કઇ રીતે જાગૃત કરવું, જેથી પુરૂષ આવાગમનનાં ચક્રમાંથી મુક્ત થાય.